ભીંજાયલી એ આંખ , છૂટેલા એ હાથ અને ભુલાયેલા એ યાદો ના પિટારા ને ફરી ખોલવા આવી છે....
વરસાદ ની વાછોટ આવી છે....
એ પહેલી મુલાકાત , થયેલી થોડી વાત અને સાથે ભરેલા એ લેકચર ની જાણે યાદો લાવી છે....
વરસાદ ની વાછોટ આવી છે....
એ બાઈક પરની સવારી , પૈસાની ની રોજ મગજમારી અને આપણી કટિંગ ચા ની સુવાસ લાવી છે....
વરસાદ ની વાછોટ આવી છે....
મસ્તી અને મારામારી, પેલી તારી અને આ મારી અને વાંચવા ભેગા થઈ વાતો કરવાની રાત આવી છે....
વરસાદ ની વાછોટ આવી છે....
વાત વાત માં થયેલી શરતો , બાથરૂમ ના ગીતો અને પરિક્ષા પહેલા જાગવાની રાત આવી છે....
વરસાદ ની વાછોટ આવી છે....
મારા ખોવાયેલા એ મીઠા ચિત્રો ને એમા દોરેયેલા મારા મિત્રો ની ફરી એ યાદ લાવી છે....
વરસાદ ની વાછોટ આવી છે....