કોરોના તે તો કમાલ કરી દીધી
હસતી રમતી જિંદગી ને ક્ષણ ભર માં થંભાવી દીધી
કૈકેયી ને મંથરા તો દ્રશ્યમાન હતા
પરંતુ આ મહામારી એ તો અદ્રશ્ય થઈ ને પણ
લોકડાઉન નામી વનવાસ અપાવી દીધો
તે સમયે વચન નિભાવવા પોતાના રામ ને દૂર કરનારા રાજા દશરથ
તો આજે પોતાની અર્થવ્યવસ્થા ખોરવતું આપણું ભારત
લક્ષ્મણ રેખા ની પેલી પાર પોલીસ અને તબીબો
તો આ પાર આપણા જેવાં પ્રજાજનો
રામ, લક્ષ્મણ, સુગ્રીવ અને હનુમાન
તબીબ,પોલીસ, પત્રકાર અને જવાન તે જ આપણું અભિમાન
આ સમયે જરૂરીયાત લોકો ને સહાય આપનારા દાનવીરો
તમને કઈ રીતે ભૂલાય અમારા વીરો
નસીબદાર છો કે આ યુદ્ધ લડો છો ઘર ની અંદર રહીને પરિવાર સાથે
જરા વિચારો એ પોલીસકર્મીઓ નું જે રહે છે હંમેશા ઘરની બહાર
જેથી કરી ને આપણે રહ્યે ખુશખુશાલ
આભાર માનો કે સ્વસ્થ છો આજે તમે તમારા ઘરમાં
જરા વિચારો એ તબીબોનું જે જીવ ના જોખમે હાજર છે દેશ ની સેવામાં
ભારત માં આજે જેટલા લોકો પણ સ્વસ્થ છે
તેનું કારણ આપણી સરકાર નો ચુસ્ત બંદોબસ્ત છે
બનો નઈ નાસમજ પ્રજા,તમે જ તો છો ખરાં યોદ્ધા
માન્યુ કે હાથ માં નથી બાણ કે ધનુષ
પણ હારશે તો જરૂર આ કોરોના દુષ્ટ
ભલે રાવણ જેટલી શકતી હોય તેનામાં
પણ પ્રભુ શ્રીરામ ના આશીર્વાદ થી તેજ છે આપણ માં
રાજા રામ એ વિચાર્યું હંમેશા પ્રજાનું
તેવી જ રીતે સરકાર પણ વિચારે છે આપણા હિત નું
થોડી ધીરજ ને ભરોસો રાખવો તે આપણી ફરજ છે
તો આ રાવણ નો અંત ટૂંક સમયમાં નિશ્ચિત છે
હનુમાન દાદા લઈ આવી આપો અમને એ સંજીવની બુટ્ટી...
જે થી કરીને મળી જાય સર્વ સંસાર ને આ કોરોના થી મૂક્તી
વૈજ્ઞાનિકો ના અંતર મન આવી આપો કોઈ માર્ગ
ભલે કઠણ હોય તો પણ વૈજ્ઞાનિકો આપશે તેને માત
રામબાણ રૂપી લોકડાઉન નું કરો પાલન
જે થી ફરીથી હસતું રમતું થાય આપણું જનજીવન
TRANSLATION
Corona's Ramakatha'
Corona, you just did the wonder.
In just a moment, you paused the cheerful lives.
Kaikeyi and Manthra (In Ramayan) were atleast visible but this epidemic being invisible gave us Vanvas titled 'Lockdown'.
At that time, fulfilling his promise King Dasharatha sent his own son far away from him and today, Indian economy is disrupting. On one side of Lakshman rekha, are Police and Doctors and the other side are the citizens.
Rama, Lakshmana, Sugriva and Hanuman
Doctor, Police, Journalists and Soldiers are our pride
The doctor, the police, the journalist and the young man are our pride.
Philanthropists who help people in need at this time
How can we forget these real heroes.
You're lucky to be fighting this war in the home with your family.
Just think of the policemen who leave their house everyday so that we can live happily.
Be thankful that you're healthy and in your home today.
Just think of the doctors who risk their life to serve the country.
People are safe today, because of the foresightedness of our government.
Don't be a stupid civilian, you are the real warriors with bows and arrows.
But at the end, even the evil corona will be defeated though he's as strong as Ravana.
But with the blessings of Lord Shriram, there's a fighting spirit within us.
As Shriram always thought of their people.
In the same way the government also thinks of our interest.
If you have a little patience and trust, the end of this Ravana is certain.
Oh Lord Hanuman, please bring us Sanjeevni booti ...
So that this world is liberated from the devil.
Ohh Lord Hanuman, show the scientists a way even if it is hard, scientists will definitely beat it.
Just like Ram's bow follows the target, people should follow the lockdown.
So that our world becomes as it was before, cheerful and playful.