સૂર્યમુખી પાંદડી થી તડકો ખરતા જોઉં છું,
ઓશીકે આભલાની ચાદર હું જોઉં છું.
હતો ઘૂઘવતો કોલાહલ કૃત્રિમ આ જંગલમાં,
હું જીતું ના હું જીતું ની, બધાય હતા હોડમાં.
તોતિંગ આ જંગલોને આજ વિવશ જોઉં છું,
સ્પર્ધાના મેદાન ને સુનસાન હું જોઉં છું.
મોટા છે ભૂંગળા ને મોટા છે યંત્રો,
મોટા રાજકારણ ને મોટા છે તંત્રો,
કુદરત ની ભુંગળને પડકારતા જોઉં છું,
યંત્રો ને તંત્રો ને ડગમગતા જોઉં છું.
વંડીની બાજુ એ નીલગીરી ઉભું છે,
વર્ષો થી આમ જ વિલાયેલા ડાચે,
આજે એને વર્ષો પછી હસતા હું જોઉં છું,
પવન ના સુસવાટે ઝૂમતા હું જોઉં છું.
અભિમાની રસ્તાઓ પડી ગયા સુના,
કમાવવાના સાધનો થઇ ગયા છે જુના,
માનવી જંગલો ને સુનસાન હું જોઉં છું,
ને લીલા પેલા જંગલો ને હસતા હું જોઉં છું.
મોટા ખોટા નિયમો ને સભ્યતાના ચાળા,
ભરબપોરે સાંજ પડી વાદળો છે કાળા,
બેકારી ને ભૂખમરો સળવળતા જોઉં છું,
પામવા બે શ્વાસ વધુ ટળવળતા જોઉં છું.
આંગળી ના ટેરવે’ તી દુનિયા આ આખી,
કોખ અને લોહીની છબી’તી ઝાંખી,
દુનિયા ને જાણે કેમ દુર દુર જોઉં છું,
ખોવાયેલા જનેતા ને સૌથી નજીક જોઉં છું.
ક્યારે જઈશ, કેમ જઈશ, કેવી હશે દુનિયા?
આવી હશે તેવી હશે સારી જ હશે દુનિયા,
મારા જગ ની કલ્પના થી વિપરીત હું જોઉં છું,
ધાર્યું’તું એવું ખરાબ નહિ ને સારુંય હું જોઉં છું.
નવ મહિના મોટો થઇ આવ્યો હું જગમાં,
દિવસરાત વધે ગયો જેમ આવે મન માં,
વધી વધી બહુ વધ્યો,બસ હવે ધરાયો છું,
જાણે બે મહિના થી ગર્ભે ભરાયો છું.
સવાર ને સાંજ ની લાલિમા મીઠી છે,
સામેની બારીની આંખો પણ તીખી છે,
જાણ્યું આવી સુંદર પેલી સામેની બારી,
ફુરસત માં ફુરસત થી ફૂર્સતને જોઉં છું.
Translation
I see the sun rising from the sunflower petals,
I see Oshika Abhala's sheet.
There was a roaring noise artificial in this forest,
I won't win, I won't win, everyone was at stake.
I see these forests today,
I see the competition ground deserted.
The beetles are bigger and the machines are bigger,
Bigger politics have bigger systems,
I see nature challenging me,
I see machines and systems faltering.
The eucalyptus stands on the side of the van,
For years, it has been like this.
Today I see her smiling years later,
I see the whistling of the wind.
The roads of pride have fallen,
The means of earning are old,
I see human forests deserted,
I see those green forests smiling.
The big false rules are the clowns of civility,
The clouds are black all evening.
I see unemployment and hunger,
I see two more breaths to settle.
The whole world is at the fingertips.
An overview of the image of the womb and blood,
The world knows why I look so far away,
I look closely at the lost masses.
When will I go, why will I go, what will the world be like?
The world will be as good as it will be,
Contrary to my imagination, I see,
I guess you're not that bad, but I see the good.
I grew up in the world for nine months,
As the day grows darker in the mind,
Increased, increased, increased, now I have,
As if I have been pregnant for two months.
The redness of morning and evening is sweet,
The eyes of the front window are also sharp,
Know such a beautiful front window,
I look at leisure from leisure to leisure.